ગુજરાતજામનગર

જામનગરમાં નાણાં ધીરધાર લાયસન્સ માટે લાંચની માંગણી

ઓનલાઇન ગુગલ પે થી રૂ. 14,000 ની લાંચ લેતા એસીબીએ બેને પકડ્યા, 1 ફરાર

જામનગરમાં સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી કચેરીના ઓડિટર એમ.એન. જેઠવા અને સબ-ઓડિટર દિવિજયગીરી ગોસાઈ વતી રૂ. 14,000 ની લાંચ લેતા ખાનગી ઇસમ નિલેષ છાપીયાને ગુગલ પે થી રકમ ટ્રાન્સફર કરાવતા જ એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરીયાદીએ તેનુ નાંણા ધીરધારનુ (ફાયનાન્સ) લાયસન્સ રીન્યુ કરવા માટે જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી, જામનગરમાં અરજી કરી હતી. જે લાયસન્સ રીન્યુ કરી આપવા માટે ફરીયાદી પાસે આક્ષેપીત નં.1 નીલેષભાઇ જગદિશચંદ્ર છાપીયા (રહે.ફલેટ નં.216, બીજો માળ, ગુલાબબાગ એપાર્ટમેન્ટ, આર્યસમાજ રોડ, જામનગર) એ આક્ષેપીત નં.(2) એમ.એન.જેઠવા (રહે. ઓડીટર ગ્રેડ-1 (ન.જ.), સહકારી મંડળીઓ, જામનગર) તથા (3) દિગ્વીજયગીરી ભુપતગીરી ગોસાઇ, સબ-ઓડીટર (કુટીર), જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી, જામનગર વતી રૂ.14,000/- ની લાંચની માંગણી કરી હતી.

 

જે બાદ ફરીયાદીએ એમ.એન.જેઠવાની કચેરી ખાતે રૂબરૂ મળી લાંચની રકમ નીલેષભાઇ જગદિશચંદ્ર છાપીયા આપી દેવા જણાવ્યું હતું. બાદ ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન નીલેષભાઇ જગદિશચંદ્ર છાપીયા એ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ ગુગલ પે થી ઓનલાઇન પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપવા જણાવ્યું હતું. જેથી આ કામના ફરીયાદીએ ગુગલ પે થી નીલેષભાઇ જગદિશચંદ્ર છાપીયાને રૂા.14,000/- ઓનલાઇન મોકલી આપ્યા હતા અને લાંચની રકમ મળી ગયાનુ મોબાઇલ ફોન ઉપર કન્ફોર્મેશન કર્યુ હતું.

જે બાદ નીલેષભાઇ જગદિશચંદ્ર છાપીયાએ દિગ્વીજયગીરી ભુપતગીરી ગોસાઇને ફરીયાદીનુ લાયસન્સ રીન્યુ કરી આપવાના અવેજ પેટે લાંચની રકમ મળી ગયેલ હોવા અંગેનુ કન્ફોર્મેશન કરાવેલ. એમ.એન.જેઠવા અને દિગ્વીજયગીરી ભુપતગીરી ગોસાઇ વતી લાંચની રકમ રૂા.14,000/- ફરીયાદીરી પાસેથી નીલેષભાઇ જગદિશચંદ્ર છાપીયાએ માંગી, સ્વીકારી ગુન્હાહીત ગેરવર્તણુક કરી ત્રણેય આક્ષેપીતોએ એકબીજાને મદદગારી કરી આરોપીઓએ પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી આક્ષેપીત નં.(1) તથા (3) ઝડપાઈ ગયા હતા અને આક્ષેપીત નં.(2) ફરાર થઈ ગયો હતો. જેને પકડવાની તજવીજ ચાલુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!