
કેમ્પમાં આવનાર દર્દીઓને એક અઠવાડિયાની દવાઓ તદ્દન મફત આપવામાં આવશે
જામનગર:
દર મહિને એક વિશિષ્ટ સેવાકીય કાર્ય કરવાની પવિત્ર નેમ સાથે સમાજમાં સતત સક્રિય એવી જામનગરની જાણીતી સંસ્થા ‘કેર ફોર હ્યુમેનિટી’ દ્વારા પ્રતિ વર્ષની પરંપરા મુજબ સતત ચોથા વર્ષે એક વિશાળ *‘મેગા મેડિકલ કેમ્પ’*નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ધીરજલાલ ત્રિભોવનદાસ જોબનપુત્રા પરિવારના સહયોગથી યોજાઈ રહ્યો છે.
કેમ્પની તારીખ, સમય અને સ્થળ:
તારીખ: ૧૨-૦૭-૨૦૨૬, રવિવાર
સ્થળ: કુંવરબાઇ જૈન ધર્મશાળા, એ. સી. હોલ, જામનગર.
નિષ્ણાત તબીબોની સેવા અને રોગોનું નિદાન: આ મેગા કેમ્પમાં જામનગરના નામાંકિત પ્રાઇવેટ ડોક્ટર્સ, જી. જી. હોસ્પિટલના નિષ્ણાત તબીબો તેમજ રાજકોટના જાણીતા ડોક્ટર્સ પોતાની ફ્રી સેવાઓ આપવાના છે. કેમ્પમાં મુખ્યત્વે નીચે મુજબના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે:
>> હાડકા અને સાંધાના રોગો
>> ચામડી (સ્કીન) ના દર્દો
>> દાંતની તકલીફો
>> આંખના રોગો
>> સાંભળવા તેમજ બોલવાની તકલીફ
>> ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર (બી.પી.)
>> હૃદય રોગના દર્દો
ખાસ નોંધ: કેમ્પમાં આવતા દર્દીઓએ પોતાના રોગની જૂની ફાઈલ, રિપોર્ટ અથવા એક્સ-રે સાથે લાવવાના રહેશે. કેમ્પમાં નિદાન કરાવનાર તમામ દર્દીઓને એક અઠવાડિયાની દવાઓ તદ્દન મફત (ફ્રી) આપવામાં આવશે.
એડવાન્સ રજીસ્ટ્રેશન ફરજીયાત:
કેમ્પની વ્યવસ્થાના ભાગરૂપે નામ નોંધાવવું (રજીસ્ટ્રેશન કરાવવું) ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટે નીચે આપેલા સંસ્થાના પ્રતિનિધિઓનો સંપર્ક કરવા વિનંતી છે:
અતુલભાઈ ઠક્કર – 98986 72597 | પારસભાઈ વોરા – 82001 54576
હાર્દિકભાઈ ઠક્કર – 73835 71916 | ઋષભ ભાઈ ઠક્કર – 99138 81033
સપના શાહ – 74052 08797 | નંદિની રાચ્છ – 93130 78957
‘કેર ફોર હ્યુમેનિટી’ સંસ્થા દ્વારા જામનગરની જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવેલ છે કે આ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લે અને જરૂરિયાતમંદ લોકો સુધી આ માહિતી પહોંચાડે.



