
તા. ૧૧-૦૧-૨૦૨૬ના બેંગકોકથી મુબઇ આવેલી ફ્લાઇટમા આવેલા નગરના યુવક પાસેથી આશરે છ કિલો ગાંજો મળી આવ્યો હતો. કે. એમ. ત્રિવેદી કે જેઓ ખરેખર તો તેમના ઓળખીતા પ્રશાંત વાછાણી સાથે સોનાનો વેપાર કરવા બેંગકોક ગયા હતા. એક્લા પાછા ફરી રહેલા ત્રિવેદીને પ્રશાંત વાછાણીએ એરપોર્ટ પર એક તાળાબધ્ધ બેગ આપ્યુ હતુ અને જણાવ્યુ હતુ કે તેમા સોનાના સેમ્પલો તથા બિલની નકલો છે જે તેમણે મુબઇ એરપોર્ટ પર તેમના મિત્રને આપી દેવાની છે. પરંતુ એરપોર્ટ પર બેગની તપાસ થતા તેમાથી ગાંજો મળી આવ્યો હતો. આથી ત્રિવેદીની નશાકિય પદાર્થ ધરાવવા બદલ ધરપકડ કરવામા આવી હતી.
જો કે, કાયદાકીય તપાસ દરમિયાન તેમની વિરુધ્ધ કોઇ પુરાવા ના મળ્યા. આથી કોર્ટે તેમને નિર્દોષ છોડતા પ્રશાંત વાછણીએ વેપારનો વિશ્વાસ આપી વિશ્વાસઘાત કર્યો હોવાની આશંકા સાથે મુખ્ય આરોપીને શોધી તેમની સામે કડક કાર્યવાહિ કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસમા તેમના વકિલ તરીકે અંકિત સાવંત અને પ્રશાંત કામ્બલી રોકાયા હતા.






