

Nawanagar Nature Club
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગરમાં “નવાનગર નેચર ક્લબ” દ્વારા પર્યાવરણ, પ્રદૂષણ નિયંત્રણ અને વન્યજીવ સુરક્ષા કાયદાઓ પર વિશેષ રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન
જામનગરની અગ્રણી પર્યાવરણપ્રેમી સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા આગામી તા. ૫ જૂન, ૨૦૨૬ “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે એક વિશેષ રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો, પર્યાવરણપ્રેમીઓ, વન્યજીવ તસ્વીરકારો, એનિમલ રેસ્ક્યુ, બર્ડ રેસ્ક્યુ તથા સ્નેક રેસ્ક્યુ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને વ્યક્તિઓમાં વન્યજીવન સંરક્ષણ તેમજ વાયુ અને જળ પ્રદૂષણ નિયંત્રણ સંબંધિત કાયદાઓ અંગે જાગૃતિ અને કાયદાકીય સમજ વિકસાવવાનો છે.
“નવાનગર નેચર ક્લબ” છેલ્લા અનેક વર્ષોથી પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ, જળ સંચય, પ્રકૃતિ સંવર્ધન તથા પ્રદૂષણ નિયંત્રણ જેવા વિષયો પર સક્રિય કામગીરી કરી રહી છે. સંસ્થા દ્વારા સાયકલ રેલી, ગ્રીન વોક, પ્રકૃતિ શિક્ષણ શિબિરો તથા યુવાનોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે તેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે.
આ વર્ષે આયોજિત સેમિનારમાં ખાસ કરીને પર્યાવરણ અને વન્યજીવન સંબંધિત કાયદાકીય પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતો દ્વારા નીચે મુજબના મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે:
1. Wildlife Protection Act & Indian Forest Act(વન્યજીવ સુરક્ષા અધિનિયમ અને ભારતીય વન અધિનિયમ)
2. Environmental & Wildlife Laws in India with Special Reference to Pollution(ભારતમાં પર્યાવરણ અને વન્યજીવન સંબંધિત કાયદાઓ – ખાસ કરીને પ્રદૂષણ નિયંત્રણ સંદર્ભે)
3. Forest Conservation Act & Environment Protection Act(વન સંરક્ષણ અધિનિયમ અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ)
આ સેમિનારમાં દેશના ખ્યાતનામ પર્યાવરણવિદો, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ વાયુ અને જળ પ્રદૂષણ સંબંધિત કાયદાકીય નિષ્ણાતો ઉપસ્થિત રહેશે.તેઓ વન્યજીવોના સંરક્ષણનું મહત્વ, વન્ય વિસ્તારોમાં થતી ખલેલના ગંભીર પરિણામો તથા વધતા વાયુ અને જળ પ્રદૂષણને અટકાવવા માટેના કાયદાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપશે.
સેમિનારની ગુણવત્તા અને અસરકારકતા જળવાઈ રહે તે હેતુથી કાર્યક્રમમાં માત્ર ૧૦૦ વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે. તેથી આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા પર્યાવરણપ્રેમીઓએ “વહેલા તે પહેલાં” ના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય રહેશે.
પર્યાવરણનું સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ એ માત્ર સરકારની નહીં પરંતુ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી છે.આવા સમયમાં આ સેમિનાર પર્યાવરણ સંબંધિત કાયદાઓ અંગે જાગૃતિ અને સમજ મેળવવા માટે એક મહત્વપૂર્ણ અને ઉપયોગી મંચ સાબિત થશે.
તો વધુ વિગતો અને રજીસ્ટ્રેશન માટે સંસ્થાના પ્રમુખ શ્રી વિજયસિંહ જાડેજા નો મો:+919925560199 પર સંપર્ક કરવો





