
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP), જામનગર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનાર્થે *‘સત્કાર સમારોહ’*નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમજ એબીવીપીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.


આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી સુરભીબેન દવે અને પ્રદેશ સહમંત્રી શ્રી ઋત્વિકભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.




