જામનગરરાજનીતિસ્થાનિક

વોર્ડ નં.૧૨માં હાલાઇ મેમણ સમાજનો આપ (ઝાડું)ને ટેકો જાહેર કરાયો

હાલાઇ મેમણ સમાજ દ્વારા તા. ૨૨-૦૪-૨૦૨૬ના રોજ ગુજરાતી જમાત ખાના ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ દરમ્યાન વોર્ડ નં ૧૨ મા ઝાડુ એટલે કે આમ આદમી પાર્ટી – આપને વધુ ને વધુ મત આપી વિજયી બનાવવાનુ સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.  આ બાબત વોર્ડ નં ૧૨ માટે બહુજ નોંધપાત્ર ગણી શકાય એમ છે કેમકે આ વોર્ડ મા મેમણ સમાજ ના વોટ નીર્ણાયક ગણાય છે અને કહેવાય છે કે આ વેપારી સમાજ જે તરફ વોટિંગ કરે તેની જીત ફાઇનલ હોય છે. આથી હવે કહી શકાય કે  દિવસે દિવસે વોર્ડ નં ૧૨ મા સમીકરણ બદલાઈ રહ્યા હોવા નુ સાફ દેખાઈ રહ્યુ છે. આ મીટીંગમાં વોર્ડ ૧૨ના આપના ઉમેદવારો અસ્લમભાઇ ખીલજીના પ્રતિનિધિ, જેનમબેન ખફી, હાજી રીઝવાનભાઈ જુણેજા અને ફિરદોસબેન ફૂલવાળા પણ હાજર રહ્યા હતા અને ટેકો દેવા બદલ સમાજનો આભાર માન્યો હતો.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!