
મિત નિતેષ મેતા દ્વારા
જામનગરથી આજરોજ તારીખ ૦૨-૦૧-૨૬ના ભીવંડી જવા માટે વજ્ર હેમ હાલાર એક્સપ્રેસ ટ્રેન રવાના થવાની છે, જામનગરના જૈન સમાજ દ્વારા રેલ્વે પાસેથી એક ટ્રેન ભાડે લેવામાં આવી છે જેને વજ્ર-હેમ હાલાર એક્સપ્રેસ ટ્રેન નામ આપવામાં આવ્યું છે.


પરમ પૂજય શ્રી ધુરંધરવિજયજી મ.સા., શ્રી મનમોહન વિજયજી મ.સા. અને શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. સહીત અનેક શ્રમણ શ્રમણી ભગવંતો ભીવંડી શહેરમાં પ્રથમ વખત પધારી રહ્યા હોય, ભીવંડીના દરેક સંઘોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવો અનેરો અવસર આવી રહ્યો હોય ભીવંડીના તમામ જૈન સંઘોના સહયોગથી તપોવન જૈન સંઘની આગેવાનીમાં ભવ્ય ધાર્મીકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજનમાં ભાગ લેવા જામનગરથી પણ અનેક ભાવિકો ભીવંડી જઈ રહ્યા છે. આ માટે હાલારી વિશા ઓશવાલ આદી.જીન સેવા ટ્રસ્ટ દ્વારા એક ખાસ ટ્રેન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એક આખી ટ્રેન જ ભાડે લેવામાં આવી છે કે જેમાં લગભગ ૬૫૦ જેટલા ભાવિકો મુસાફરી કરશે.આ ટ્રેનને શ્રી વજ્ર-હેમ હાલાર એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે જે જામનગર સ્ટેશનથી રાત્રે ૮.૩૦ના ઉપડી બીજે દિવસે બપોરે ભીવંડી પહોચી જશે. આ ટ્રેનને રેલ્વે દ્વારા 00951 નંબર આપવામાં આવ્યો છે. આ નંબર રેલ્વેની સાઈટ પર સર્ચ કરવાથી ટ્રેનનું ઓનલાઇન સ્ટેટસ પણ જોવા મળી શકશે.
આ ભવ્ય ધાર્મીકોત્સવ દરમિયાન તા. ૩ના બપોરે ૨.૩૦ કલાકે જામનગરથી પધારેલા મહેમાનોનું ભીવંડી રેલ્વે સ્ટેશન ખાતે વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ સાંજે ચોવિહાર કર્યા બાદ ૭.૩૦ કલાકે મારા ગુરુદેવ પધારે છે નામથી એક સુંદર નાટકની પ્રસ્તુતિ કરવામાં આવશે. ત્યારબાદ તા. ૪ના રોજ પ્રથમ નવકારશી અને ત્યારબાદ ૮.૪૫ કલાકે અશોક્નાગરથી સાજન-માજન, ઢોલ-નગારા, પરમાત્માના રથ, પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રતિકૃતિઓ, ઘોડા જોડેલી બગીઓ, અલગ અલગ મંડળીઓ, ૪૫ આગમની રચનાઓ, તા.૧૧ ના દીક્ષા ગ્રહણ કરનાર બે મુમુક્ષુ ભાઈઓ શીલ અને સંયમ તથા હજારો ગુરુભક્તોની સાથે ગુરુ ભગવંતોની પ્રવેશયાત્રા ભીવંડીના મુખ્ય માર્ગો પર ફરી જયણા મંગલ સંઘમાં પૂરી થશે. અહી પૂજ્ય ગુરુ ભગવંતોના વધામણા થશે અને ત્યારબાદ તેઓશ્રી પ્રવચન ફરમાવશે. બપોરના ભીવંડીના તમામ જૈનો તથા બહારગામથી પધારેલ તમામ મહેમાનો માટે સ્વામી વાત્સલ્ય જમણનું આયોજન કરવામાં આવ્યું છે.
ભીવંડી ખાતે પૂજ્ય ગુરુ ભગવંતોની નીશ્રા અને સ્થિરતા દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં જિનાલયનું ધ્વજારોહણ, અંજન-પ્રતિષ્ઠા, સત્તરભેદી પૂજા વગેરે કાર્યક્રમોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત પૂજ્ય ગુરુ ભગવંતો મુંબઈ માં જે વિહાર કરશે તેનો કાર્યક્રમ નીચે મુજબ છે.






