
જામનગર:
ગુજરાતના આકાશમાં આ દિવસોમાં એક અદ્દભુત અને રોમાંચક ખગોળીય ઘટના આકાર લઈ રહી છે, જેને ‘ઝીરો શેડો ડે’ એટલે કે ‘શૂન્ય પડછાયા દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ દિવસે નિર્ધારિત સમયે સૂર્ય બરાબર માથા પર (૯૦ ડિગ્રીના ખૂણે) આવતા, કોઈપણ ઊભી વસ્તુ કે વ્યક્તિનો પડછાયો થોડી મિનિટો માટે દેખાતો બંધ થઈ જશે.
પૃથ્વીના પોતાની ધરી પરના ૨૩.૫ ડિગ્રીના ઝુકાવને કારણે કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે આવતા વિસ્તારોમાં વર્ષમાં બે વાર સૂર્ય બરાબર માથા પર આવે છે. આ વિજ્ઞાનને લાઈવ નિહાળવા માટે નાગરિકો પોતપોતાના શહેરોના નક્કી કરેલા દિવસે ઘરની અગાશી કે ખુલ્લા મેદાનમાં સીધી લાકડી કે બોટલ ઊભી રાખીને આ પ્રયોગ જાતે કરી શકે છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં કઈ તારીખે અને કયા સમયે પડછાયો શૂન્ય (ગાયબ) થશે, તેની ક્રમવાર યાદી નીચે મુજબ છે:
📍 પ્રથમ તબક્કો (સૂર્યના ઉત્તરાયણ દરમિયાનની તારીખો):
૧. વલસાડ ➖ ૨૩ મે @ ૧૨:૩૫ pm
૨. આહવા ➖ ૨૪ મે @ ૧૨:૩૨ pm
૩. નવસારી ➖ ૨૫ મે @ ૧૨:૩૫ pm
૪. સૂરત ➖ ૨૬ મે @ ૧૨:૩૫ pm
૫. જૂનાગઢ ➖ ૨૮ મે @ ૧૨:૪૫ pm
૬. અમરેલી ➖ ૨૯ મે @ ૧૨:૪૨ pm
૭. ભરૂચ ➖ ૨૯ મે @ ૧૨:૩૫ pm
૮. ભાવનગર ➖ ૩૦ મે @ ૧૨:૩૯ pm
૯. વડોદરા ➖ ૦૩ જૂન @ ૧૨:૩૫ pm
૧૦. રાજકોટ ➖ ૦૩ જૂન @ ૧૨:૪૫ pm
૧૧. જામનગર ➖ ૦૪ જૂન @ ૧૨:૪૦ pm
૧૨. સુરેન્દ્રનગર ➖ ૦૬ જૂન @ ૧૨:૪૨ pm
૧૩. અમદાવાદ ➖ ૧૦ જૂન @ ૧૨:૩૯ pm
૧૪. ગાંધીનગર ➖ ૧૩ જૂન @ ૧૨:૩૯ pm
૧૫. ભુજ ➖ ૧૩ જૂન @ ૧૨:૫૧ pm
──────────────────
📍 દ્વિતીય તબક્કો (સૂર્યના દક્ષિણાયન દરમિયાન પરત ફરતી વખતની તારીખો):
૧. ભુજ ➖ ૨૯ જૂન @ ૧૨:૫૫ pm
૨. ગાંધીનગર ➖ ૩૦ જૂન @ ૧૨:૪૩ pm
૩. અમદાવાદ ➖ ૦૩ જુલાઈ @ ૧૨:૪૪ pm
૪. સુરેન્દ્રનગર ➖ ૦૬ જુલાઈ @ ૧૨:૪૮ pm
૫. જામનગર ➖ ૦૮ જુલાઈ @ ૧૨:૫૫ pm
૬. વડોદરા ➖ ૧૦ જુલાઈ @ ૧૨:૪૨ pm
૭. રાજકોટ ➖ ૧૦ જુલાઈ @ ૧૨:૫ pm
૮. ભરૂચ ➖ ૧૪ જુલાઈ @ ૧૨:૪૪ pm
૯. ભાવનગર ➖ ૧૪ જુલાઈ @ ૧૨:૪૭ pm
૧૦. જૂનાગઢ ➖ ૧૫ જુલાઈ @ ૧૨:૫૪ pm
૧૧. અમરેલી ➖ ૧૫ જુલાઈ @ ૧૨:૫૧ pm
૧૨. સૂરત ➖ ૧૭ જુલાઈ @ ૧૨:૪૫ pm
૧૩. નવસારી ➖ ૧૯ જુલાઈ @ ૧૨:૪૫ pm
૧૪. આહવા ➖ ૨૦ જુલાઈ @ ૧૨:૪૨ pm
૧૫. વલસાડ ➖ ૨૧ જુલાઈ @ ૧૨:૪૫ pm
──────────────────
💡 વિશેષ અપીલ: શાળાઓ, કોલેજો અને વિજ્ઞાન પ્રેમીઓ આ દિવસોમાં નાના કાર્યક્રમો કે ચર્ચાઓ ગોઠવીને બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જગાડે તે આવકાર્ય છે. આ અદ્દભુત ખગોળીય ઘટનાને નિહાળવાનું ચૂકશો નહીં.
અતુલભાઈ ઠક્કર
જામનગર
98986 72597



