
જિલ્લા માહિતી કચેરી, જામનગર ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુશ્રી માનસીબેન ધારવિયાને કર્મચારીગણ તરફથી ભાવભીનું વિદાયમાન અપાયું હતું.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામક શ્રી સોનલ જોષીપુરા, સહાયક નિયામકશ્રી એચ.પી. ગોજીયા, તથા શ્રી વિરેન્દ્રસિંહ પરમાર, શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા અને કચેરીના તમામ કર્મચારીઓએ માનસીબેન ધારવિયાને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે માનસીબેન ધારવીયાએ જિલ્લા માહિતી કચેરી, જામનગર ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ૧૭/૧૦/૨૦૨૫ થી ૧૮/૭/૨૦૨૬ સુધી ફરજો બજાવી હતી. તાજેતરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા મારફતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક મળતાં તેમને માહિતી ખાતાની સેવામાંથી મુક્ત કરાયા હતા.



