જામનગર

નુર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વિ વિધાર્થિઓનુ સન્માન

હાલાઇ મેમણ સમાજના વિધાર્થિઓનુ સન્માન કરાયુ

નુર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જામનગરના હાલાઇ મેમણ સમાજના તેજસ્વિ વિધાર્થિઓનુ સન્માન કરવાનો કાર્યક્રમ ગત શનિવાર ને તારિખ ૦૪-૦૭-૨૬ના રોજ મોરકંડા રોડ પર આવેલ મેમણ પાર્ક ખાતે યોજાયો હતો.

દર વર્ષ યોજાતા આ કાર્યક્રમમા આ વર્ષે હાલાઇ મેમણ સમાજના ધોરણ ૧૦ થી માસ્ટર ડિગ્રી સુધીના કુલ ૧૦૧ વિદ્યાર્થીઓનુ સર્ટીફીકેટ તથા ચાંદીના સિક્કા સાથે ના મોમેન્ટો સાથે સન્માન કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હાજી અ. રઝાકભાઈ રાજકોટીયા હતા તથા અન્ય આમંત્રિત મહેમાનોમાં ડો. અબ્દુલ રઝાક હોલી (મેમન જમાત પ્રમુખ મુંબઈ), હાજી અફઝલભાઈ બટાટાવાલા, હાજી હનીફભાઇ અલ, અલ્તાફભાઈ હોલી, હાજી અ. ગની શેરાવાલા, હાજી આસીફભાઇ પાનવાલા, હાજી  રિયાઝભાઈ મેમણ, હાજી યુસુફભાઇ ગોળવાળા, હાજી આસીફભાઇ ઝકરિયા, વિ. હતા. આ ઉપરાંત મીડિયા સેલના કાસીમ ભાઇ અને સફવાન લુસવાલા પણ હાજર રહ્યા હતા.

આ ઉપરાંત  યુસુફભાઈ કાસમાણી, ઈનાયતભાઈ પાસ્તા,અજીજભાઈ લાલપુરવારા, હાજી ફુલવારા (પીલપીલી) અશરફાભાઈ એવન ફુલવારા, રાજકોટથી આસીફભાઈ લુસવાલા, યુનુસ ભાઈ લુસવાલા, ઈમરાનભાઈ ઉકા,ઓલ ઇન્ડિયા મેમન ફેડરેશન ના ઝોનલ સેક્રેટરી અસલમભાઈ બાવાની, ધુવાવ જમાત ના શકિલભાઈ તથા જામનગર મેમણ જમાત ના અગ્રગણ્ય વકિલો, ડોક્ટરો, અને આગેવાનો હાજર રહ્યા હતા.

આ સમગ્ર સમારોહ નું આયોજન તથા સંચાલન નૂર એજ્યુકેશન ટ્રસ્ટ જામનગર ના ટ્રસ્ટીઓ હાજી અહમદભાઈ ફૂલવડી, એડવોકેટ અશરફાભાઈ સત્યા, એડવોકેટ આરીફભાઇ ગોદર, હનીફભાઈ પાસ્તા, ઈમ્તિયાઝભાઈ પાસ્તા,સલીમભાઈ રાડ, જુનેદભાઈ ધ્રોલિયા, મુસ્તાકભાઈ કાસમાણી, રિઝવાન ભાઈ વાડીવાળા, રફિકભાઈ ફુલવાલા, ઈકબાલભાઈ કાસમાણી,, ફિરોજભાઈ કાસમાણી, સુફિયાનભાઈ ગજાઈ દ્વારા કરવામા આવ્યુ હતુ.

આ ઉપરાંત તેમને આ કાર્યક્રમમા મદદ કરનાર આસીફભાઈ ગોળવાલા, તોસીફભાઈ ગજાઈ, તોસીફભાઈ રાડ, મુનિરભાઈ ધોરાજીવાલા, નુરમહંમદભાઈ ટીકી તથા ખાસ જવાબદારી સંભાળી લેનાર અ.કાદર ફુલવાલા, મહંમદ ફુલવાલા, ફૈઝાન ફુલવાલા, મુસ્તકીમભાઈ, અફજલભાઈ પાકલ, અફજલભાઈ ચીગમ, આરીફભાઇ કટલેરીવારા, આસીફભાઈ બાજરીયા, પીન્ટુભાઈ, અને તમામ સ્ટાફ માટે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત લેડિઝ વીગંના અસમાબેન માયા, આમનાબેન હોલી, મદીનાબેન માયા, હમીદાબેન બદામડી અને અયમાન કાશમાણી કે જેમણે સીટીંગનું તથા રજીસ્ટ્રેશન નું સંચાલન કરેલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ઓસમાણ ગની અને બિલાલભાઈ વાડીવારા, જુનૈદભાઈ ધ્રોલીયા દ્વારા કરવામા આવ્યુ હતુ.
કાર્યક્રમ દરમિયન ઈકબાલભાઈ કાસમાણી, એડવોકેટ આરીફભાઇ ગોદર તથા રાજકોટ થી આવેલ તાસીમભાઈ પાસ્તાએ સંબોધન કર્યુ હતુ.

મિડિયા સેલના કાસિમભાઈ ઐબાણી અને સફવાન લુસવાલા દ્વારા ઉપર મુજબની માહિતિ જણાવવામા આવી હતી,

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!