ગુજરાતસુરત

અંતે ‘ચુડેલ’નું નામ બદલાયું

સુરત જિલ્લાના માંડવી તાલુકાના 'ચુડેલ' ગામનું નામ બદલીને 'ચંદનપુર' કરવામાં આવ્યું

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ચુડેલગામનું નામ બદલીને હવે ચંદનપુરકરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ, ગુજરાત સરકાર દ્વારા આ ફેરફાર અંગેના તા. ૦૭ જુલાઇ, ૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરેલ જાહેરનામાંથી તમામ સંબંધિત સરકારી વિભાગોને સરકારી રેકોર્ડમાં જરૂરી સુધારા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આ ગામના નવા નામની વિવિધ ભાષાઓની લિપિ મુજબ રોમન લિપિમાં: “CHANDANPUR” , દેવનાગરી લિપિમાં: “चंदनपुरઅને ગુજરાતી લિપિમાં: “ચંદનપુર” તરીકે ઉલ્લેખ કરવાનો રહેશે, તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયુ છે.

આ ગામમાં લગભગ 1200 રહેવાસીઓની વસ્તી છે અને તેઓ તેમના જૂના નામથી ખૂબ જ કંટાળી ગયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!