
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ દરમિયાન જિલ્લાકક્ષા જવાહરલાલ નહેરુ હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં અમદાવાદ શહેરની પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ખેલાડીઓ ભાગ લઈ શકશે. સ્પર્ધાઓનું આયોજન નીચે મુજબ કરવામાં આવશે:
૩૨મી જવાહરલાલ નહેરુ જુનિયર હોકી ટુર્નામેન્ટ (અંડર-17 બહેનો) – તા. 18-07-2026, સવારે 8:00 કલાકે
૪૩મી જવાહરલાલ નહેરુ સબ-જુનિયર હોકી ટુર્નામેન્ટ (અંડર-15 ભાઈઓ) – તા. 19-07-2026, સવારે 8:00 કલાકે
૫૪મી જવાહરલાલ નહેરુ જુનિયર હોકી ટુર્નામેન્ટ (અંડર-17 ભાઈઓ) – તા. 19-07-2026, સવારે 8:00 કલાકે
તમામ સ્પર્ધાઓનું આયોજન સી. જી. અમીન વિદ્યામંદિર, વહેલાલ ખાતે કરવામાં આવશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક શાળાઓએ પોતાની એન્ટ્રી તા. 15-07-2026 સુધી જિલ્લા રમતગમત અધિકારીશ્રી, અમદાવાદ શહેરની કચેરી, નિકોલ રમત સંકુલ ખાતે મોકલી આપવાની રહેશે.
વધુ માહિતી માટે શ્રી ધર્મેશ પરમારનો 9265034401 પર સંપર્ક કરી શકાશે એમ જિલ્લા રમતગમત અધિકારી, અમદાવાદ શહેરની અખબારી યાદીમાં જણાવાયું છે.



