જામનગર

જામપા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ફાયર સેફ્ટિનેં લગતી જાહેર સૂચના

કમિશ્નર દ્વારા Gujarat Fire Prevention and Life Safety Measures Actનું પાલન કરવા માટે કડક સૂચના

જામનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા એક જાહેર સૂચનાથી જણાવવામાં આવ્યું છે કે જામનગર શહેરની દરેક પ્રકારની ઇમારતે Gujarat Fire Prevention and Life Safety Measures Act મુજબની જોગવાઇઓનું પાલન કરવું ફરજીયાત છે. શેડ્યૂલ 3 હેઠળ આવતી દરેક ઇમારત માટે ફાયર વિભાગ તરફથી Fire Safety Plan Approval અને Fire Safety Certificate મેળવવું કાયદાકીય રીતે ફરજીયાત છે. આ પ્રમાણપત્રો મેળવવા માટે ગુજરાત સરકારના અધિકૃત ઓનલાઇન પોર્ટલ www.gujfiresafetycop.in પાર ઓનલાઇન અરજી કરી ફાયર વિભાગની મંજૂરી લેવાની રહે છે.

Gujarat Fire Prevention and Life Safety Measures Actની વિવિધ કલમો મુજબ બિલ્ડિંગમાં જરૂરી અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષાના ઉપાયો ઉપલબ્ધ કરાવવા, તે તમામ વ્યવસ્થાઓનું નિયમ મુજબ પાલન કરવું, યોગ્ય જાણવણી તથા તેને સતત કાર્યરત સ્થિતિમાં રાખવી અને અગ્નિ જોખમકારક પદાર્થો સંબંધિત સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું એ બિલ્ડિંગના મલિક/કબ્જેદારની કાયદેસરની વ્યક્તિગત જવાબદારી છે. જો આ કાયદાકીય જોગવાઇઓનું પાલન કરવામાં કોઈ ચૂક કે નિષ્ફળતા જણાશે, તો તેની તમામ કાયદેસરની દીવાની તેમજ ફોજદારી જવાબદારી સંબંધિત મલિક/કબ્જેદારની પોતાની રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!