જામનગર

આગામી તા.26 ફેબ્રુઆરીના રોજ “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

આગામી તા.26 ફેબ્રુઆરીના રોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે જેના માટે જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો આગામી તા.10 ફેબ્રુઆરી સુધીમાં રજૂ કરવાના રહેશે

મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવા માટે સૂચન કર્યું છે.

જે અંતર્ગત, જામનગર જિલ્લા કક્ષાએ આગામી તારીખ 26/02/2026 ના રોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો આગામી તારીખ 10/02/2026 સુધીમાં કલેકટર કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ રજૂ કરાયેલા પ્રશ્નો કે ફરિયાદોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં. આ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવા માટે અરજદારે અત્રે જણાવેલા તમામ પ્રકારના મુદ્દાની ખાસ નોંધલેવાની રહેશે.

જે અન્વયે,
(1) લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા.
(2) અગાઉ રજૂ કરાયેલો પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો તે પ્રશ્નનો ક્રમાંક, માસનું નામ લખી
બે નકલ સાથે રજૂ કરવો.
(3) પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કે અરજી કરનારનું નામ, પૂરું સરનામું, ફોન નંબર, પ્રશ્ન કે અરજીમાં
અરજદારની સહી હોવા જોઈએ.
(4) સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહી.
(5) સુનિશ્ચિત તારીખ વીત્યા પછીની, અસંદિગ્ધ, અસ્પષ્ટ રજૂઆતવાળી, એક કરતાં વધુ કચેરી કે
વિભાગના પ્રશ્નો હોય, સુવાચ્ય ન હોય, નામ સરનામા વગરની, વ્યક્તિગત આક્ષેપોવાળી, અરજદારનું
હિત સંકળાયેલ ન હોય, કોર્ટ મેટર, આંતરીક તકરાર અને સેવાને લાગતી અરજી પર કોઈપણ કાર્યવાહી
થઈ શકશે નહી.

આ તમામ બાબતોની સર્વે અરજદારોએ ખાસ નોંધ લેવા માટે નિવાસી અધિક કલેકટરશ્રી એસ.એમ.કાથડ જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!