
શ્રી સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ જામનગર દ્વારા જામનગરના આંગણે 40માં સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે કે જેમાં 11 નવયુગલો મંગલ ફેરા ફરશે
જામનગર શહેરમાં સામાજિક એકતા અને સેવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે કાર્યરત શ્રી સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ દ્વારા 40માં ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા. 8/2/2026 ને રવિવારના રોજ 11 નવયુગલો મંગલ ફેરા ફરીને સંસાર જીવનના પવિત્ર પથના પથીક બનશે. વર્તમાન સમયમાં જ્યારે લગ્ન પાછળ થતા ખોટા ખર્ચાઓ વધતા જાય છે ત્યારે સમસ્ત ખવાસ સમાજે આ ભવ્ય આયોજન દ્વારા સમાજને સાદગી અને એકતાના પ્રેરણાદાયી રાહ ચીંધ્યો છે. વિક્રમ સંવત 2082 મહાવદ-7 ના શુભ મુહૂર્તે યોજાનાર આ મંગલ પ્રસંગે નવદંપતિઓને આશીર્વાદ આપવા માટે ખવાસ સમાજના પાંચેય ફળીના પ્રમુખશ્રીઓ, ભામાશાઓ, દાતાશ્રીઓ, રાજકીય આગેવાનો અને સમસ્ત ખવાસ સમાજના ભાઈબહેનો સહિત આશરે 5 હજાર જેટલી જનમેદની ઉમટી પડશે. આ લગ્નોત્સવની સમગ્ર લગ્ન વિધિ શાસ્ત્રીજી શ્રી કપીલભાઈ દિનેશભાઈ પંડયા (મુનીજી) દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવશે.
કાર્યક્રમની મુખ્ય વિગત:
• તારીખ: ૦૮-૦૨-૨૦૨૬, રવિવાર
• સમય: સવારે ૭.૦૦ કલાકથી કાર્યક્રમનો મંગલ પ્રારંભ થશે
• સ્થળ: પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર
કાર્યક્રમની રૂૂપરેખા
* સવારે 7:30 કલાકે: કન્યા આગમન
* સવારે 8:00 કલાકે: જાન આગમન
* સવારે 10:30 કલાકે: હસ્ત મેળાપ (મહોત્સવની સૌથી મહત્વની ક્ષણ)
* લગ્ન વિધિ બાદ: સર્વે મહેમાનો તથા દાતાશ્રીઓનો સત્કાર સમારંભ
* બપોરે 11:30 કલાકે: ભોજન સમારંભ અને ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ
આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે શ્રી સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ જામનગરના પ્રમુખશ્રી પંકજભાઈ સોઢા, ઉપપ્રમુખશ્રી મલ્હાર ભટ્ટી, ઉપપ્રમુખશ્રી અશોકભાઈ સોલંકી, મંત્રીશ્રી રાજેશભાઈ ગોહિલ (આર.કે.), સહ-મંત્રીશ્રી સુમિતભાઈ સોલંકી (એડવોકેટ), ખજાનચી એંજલભાઈ પરમાર તથા સંગઠન મંત્રીશ્રી ભરતભાઈ સોલંકી તથા સમગ્ર કારોબારી સમિતિ તેમજ, ખવાસ જ્ઞાતિ સંચાલીત યુવક મંડળો, ગરબી મંડળો, મહિલા મંડળો જેવી નામી-અનામી સંસ્થાઓ, ખવાસ જ્ઞાતિના સભ્યો, આગેવાનો ખભેખભા મિલાવીને સેવા આપી રહ્યા છે અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે. આ ઉત્સવમાં સહપરિવાર પધારવા શ્રી સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળ, જામનગર દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




