જામનગર

મોહનનગર આવાસમાં સામાન્ય બાબતે સિનિયર સીટીઝનને મારી નાખવાની ધમકી

સિનિયર સિટિઝનને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની, હાથ પગ ભાંગી નાખવાની તથા જાનથી મારી નાખવાની ધમકી

મોહનનગર આવાસમાં રહેતા એક સિનિયર સિટિઝનને થોડા સમય પહેલા કૂતરાને બિલ્ડિંગની અંદર કે પાર્કિંગ એરિયામાં દૂધ પીવડાવવાની ના પાડવા  બાબતે એક રહેવાસી સાથે થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી આ રહેવાસી દ્વારા બહારથી ગુંડા જેવા શખ્સ બોલાવી તેમને ખોટી પોલીસ ફરિયાદમાં ફિટ કરાવી દેવાની, હાથ પગ તોડી નાખવાની તથા છેલ્લે તો જાનથી મારી નાખવાની ધમકી દેવામાં આવી છે. સફેદ કલરની હોન્ડા સીટી કારમાં બહારથી આવેલા એ શખ્સ દ્વારા એવી ચીમકી  દેવામાં આવી કે તમે શા માટે ફરિયાદ કરો છો ? આ બાબત આખી બિલ્ડિંગને લાગુ પડે છે. બીજા કોઈને તકલીફ નથી તો તમે જ કેમ દોઢડાહ્યા થાવ છો ? આ ઉપરાંત તેણે ધમકી આપતા કહેલું કે તમને ખબર નથી પણ મારે પોલીસમાં ઉપર સુધી ઓળખાણ છે. હું તમારા હાથ પગ ભાંગી નાખીશ તો  પણ મને પોલીસ કઈ નહિ કરે. ત્યારબાદ આ બાબતે વાદવિવાદ કરતા એવી પણ ધમકી આપી કે આ રહેવાસી લેડીસ છે એટલે એના નામે  છેડતીની  અમે ખોટી પોલિસ ફરિયાદ કરીશું ને તો પણ એકવાર તો પોલિસ પહેલા તમને ઉપાડી જશે અને તમારી આબરૂના ધજાગરા થશે.  પરંતુ જયારે એ વડીલ પોતાની વાત પાર અડગ રહ્યા તો અંતે તેમને એવી ધમકી પણ આપવામાં આવી કે મારે પોલીસમાં ઉપર સુધી ઓળખાણ છે. હું કોઇથી બીતો નથી. હું તમને  મારી નાખીશ તો પણ મને કઈ નહિ થાય

આ રીતે એક સામાન્ય બાબતમાં બહારથી ગુંડા બોલાવી ધાક ધમકી દેવાતા બિલ્ડિંગમાં રહેતા બીજા રહેવાસીઓ પણ ડઘાઈ ગયા છે અને આવી નાની બાબતમાં પણ ધાક ધમકી દેવાતા જે-તે રહેવાસી વિરુદ્ધ રોષે ભરાયા છે. આ ઉપરાંત એમને બીક પણ છે કે કાલે તો આ રીતે કોઈ પણ આવીને બિલ્ડિંગમાં તોડફોડ કરી જાય કે કોઈ ને મારી જાય તો રહેવાસીઓની સલામતીનું શું ? આમ, બિલ્ડિંગના રહેવાસીઓમાં પણ આ રીતે સામાન્ય બાબતમાં બહારથી ગુંડા બોલાવી ધમકી દેવા બાબતે રોષ ફાટી નીકળ્યો છે અને ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!