જામનગર

જેએમસી દ્વારા ઘાસના ગેરકાયદે વિક્રેતા તથા ગેરકાયદે પ્લાસ્ટિક થેલી વિરુદ્ધ ઝુંબેશ

જામનગર મહાનગરપાલિકા ધ્વારા ગત અઠવાડિયામાં અલગ અલગ ટીમો મારફત શહેરમાં સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતા ધંધાર્થીઓ તથા ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા ધંધાર્થીઓનો સામે પ્લાસ્ટિક જપ્તીકરણ તથા ઘાસચારો જપ્તીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.

જે અનુસંધાને ગત અઠવાડિયામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા કુલ-૭૮ ધંધાર્થી/વેપારીઓ પાસેથી ૩૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવેલ તથા રૂા.૩૬,૦૦૦/- ના વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. તેમજ ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા ૩૦ ધંધાર્થીઓનો ઘાસચારો જપ્ત કરી, રૂ.૧૫,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસુલ લેવામાં આવેલ.

જાહેર રોડ રસ્તા પર ઘાસચારો નાખવાથી  પશુઓ ભેગા થવા અને ટ્રાફિકની સમસ્યા, અકસ્માત થવાનો ભય રહેતો હોય, જાહેર જનતાને રોડ રસ્તાઓ ઉપર ઘાસચારો ન નાખવા અપીલ કરવામાં આવે છે.

વધુમાં લોકોએ ઘાસચારો દાન કરવો હોય તો “JMC Connect App.” મારફત દાન આપવા અથવા મહાનગરપાલિકા હસ્તકની ગૌશાળાઓ ખાતે દાન કરવા અપીલ કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!