સેન્ટ્રલ બેન્ક દ્વારા માતૃ શક્તિ વંદના પ્રોગ્રામ અંતર્ગત વડીલોનું સન્માન કરવામાં આવ્યું

૧૧૫માં ફાઉન્ડેશન દિવસની ઉજવણી નિમિત્તે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના જામનગર ક્ષેત્રીય કાર્યાલય દ્વારા માતૃ શક્તિ વંદન કાર્યક્રમનું આયોજન આણદાબાવા સંસ્થા સંચાલિત મહિલા વૃદ્ધાશ્રમમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો હેતુ આશ્રમમાં રહેતા એ વડીલોનું બહુમાન કરવાનો હતો કે જેમણે સમાજમાં બહુમુલ્ય યોગદાન આપેલ છે. આથી બેન્કના કર્મચારીઓ દ્વારા તેમના સન્માન અને એક સામાજિક જવાબદારી તરીકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી દીપક મંગલ કે જેમો બેન્કના ક્ષેત્રીય કાર્યાલયના વડા છે તેઓ, શ્રી નીલેશ મિશ્રા, ક્ષેત્રીય કાર્યાલયના ચીફ મેનેજર, શ્રી કિશોર સંઘાણી કે જેઓ સંસ્થાના ટ્રસ્ટી છે, વિગેરે ઉપરાંત સંસ્થા અને બેન્કના કર્મચારીઓ બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.
શ્રી દીપક મંગલ દ્વારા આ સમયે જણાવેલ કે બેન્કનો ૧૧૫મો ફાઉન્ડેશન દિવસ એ માત્ર બેન્કનો નાણાકીય વૃદ્ધિનો માઈલ સ્ટોન નથી પણ સામાજિક કલ્યાણ માટેની પ્રતિબદ્ધતા પણ છે. તેમણે જણાવ્યું કે વૃદ્ધાશ્રમમાં “માતૃ શક્તિ” ના આશીર્વાદ મેળવી બેંકના સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી કરવાનો સૌથી અર્થપૂર્ણ માર્ગ હતો.
આં તબક્કે આણદાબાવા સેવા સંસ્થા ના ટ્રસ્ટીઓએ તેમની કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટી (CSR) માટે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ એક સરાહનીય કાર્ય છે..





