ગુજરાત
અંબાલાલ પટેલની ઠંડીને લઈને નવી આગાહી
ઠંડી અને માવઠા અંગે અંબાલાલ કાકાએ નવી આગાહી કરી છે. તેમણે આગાહી કરી છે કે 6 થી 10 ડિસેમ્બર વચ્ચે વાતાવરણમાં મોટો ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત 18 ડિસેમ્બર આસપાસ ગુજરાતના અમુક વિસ્તારોમાં માવઠું થવાની પણ શક્યતા છે. આ ઉપરાંત 20 ડિસેમ્બર આસપાસ ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં ગુજરાતમાં ઠંડીની ચમકમાં પણ વધારો નોંધાશે. તેમનું કહેવું છે કે 22 ડિસેમ્બરથી ગુજરાતમાં પણ શિયાળાનો પ્રભાવ વધી શકે છે.




