જામનગર

જામનગર જિલ્લામાં તા.૧૫ અને ૧૬ નવેમ્બર તેમજ તા.૨૨-૨૩ નવેમ્બરના રોજ મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ હેઠળ વિશેષ કેમ્પનું આયોજન

સવારે ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા દરમિયાન મતદાન મથકો ખાતે આયોજિત આ કેમ્પમાં બીએલઓ લોકોને વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં નામ શોધવામાં તેમજ ફોર્મ ભરવામાં મદદરૂપ થશે. લોકોએ તેનો મહત્તમ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કેતન ઠક્કરની અપીલ

તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત તા.૦૪/૧૧/૨૦૨૫ થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળાને ગણતરીના તબકકા તરીકે નકકી કરવામાં આવ્યો છે. લોકોને ગણતરી ફોર્મ ભરવામાં સરળતા રહે તે હેતુથી જામનગર જિલ્લામાં આગામી તા.૧૫-૧૬ નવેમ્બર અને તા.૨૨-૨૩ નવેમ્બરના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી સબંધિત ભાગના બુથ લેવલ ઓફીસરશ્રી તેમના મતદાન મથક ખાતે હાજર રહેશે. આ વિશેષ કેમ્પમાં બાકી રહેલા મતદારો આ સમય દરમિયાન BLO ની મદદથી મેપીંગ / લીન્કીંગ કરાવી શકશે. જે મતદારોને ફોર્મ ભરવા માટે મદદની જરૂર હોય તેમજ વર્ષ ૨૦૦૨ની મતદારયાદી શોધવામાં પણ બીએલઓ મદદરૂપ થશે.

મતદાર BLO નો ફોનથી સંપર્ક કરી શકે તે માટે https://voters.eci.gov.in/ પરથી  Book a Call With BLO વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. કોલ બુક થયા બાદ બીએલઓ દ્વારા ૪૮ કલાકની અંદર સામેથી મતદારનો સંપર્ક કરવામાં આવશે. જો કોઈ મતદારે online Enumeration Form ભરવુ હોય તો Voters Service Portal https://voters.eci.gov.in/login પરથી ભરી શકશે.

સમગ્ર જામનગર જિલ્લામાં આયોજિત મતદાન મથકો પર યોજાનાર આ કેમ્પનો મહત્તમ લોકોએ લાભ લેવા માટે અને ગણતરી
ફોર્મ ભરવામાં જિલ્લા વહીવટી તંત્રને સહયોગ આપવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી કેતન ઠક્કર દ્વારા અપીલ
કરવામાં આવી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!