Technology

સરકારી ઇકોમર્સ પ્લેટફોર્મ GeM દ્વારા ૨૦૨૫ના વર્ષમાં લગભગ ૭ લાખ કરોડનો વ્યવસાય થશે.

અજીત ચવાણએ જણાવ્યું હતું કે GeM એ સરકારી ખરીદી માટેની એમેઝોન છે.

ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM)ના અધિક CEO અજીત ચવાણ તાજેતરમાં Enterpreneur 2025 summit માં અધિવક્તા તરીકે જોડાયા હતા અને મંચ પરથી ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સરકારી વિભાગો, સરકારી સંસ્થાઓ અને જાહેર સાહસો દ્વારા ખરીદી કરવા માટે એક ઓનલાઈન ખરીદી માટેનું પ્લેટફોર્મ બનાવવામાં આવેલ GeM પોર્ટલ ખુબ જ સક્ષમતાથી કાર્ય કારી રહ્યું છે અને વર્ષ 2025ના અંત સુધીમાં તેના પરથી લગભગ રૂપિયા ૭ લાખ કરોડની ખરીદી સરકારી વિભાગો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રથમ વર્ષે આ પ્લેટફોર્મ પરથી રૂપિયા ૪૨૨ કરોડના વ્યવહારો થયા હતા જયારે ગયા વર્ષે રૂપિયા ૫.૪૩ લાખ કરોડના વ્યવહારો થયા હતા કે જેમાં વસ્તુઓ અને સેવાઓ બંને સામેલ છે. આ વર્ષે અમે લગભગ ૭ લાખ કરોડના વ્યવહારોને પાર કરીશું.

શ્રી અજીત ચવાણે જણાવ્યું હતું કે આ એક સરકારી વિભાગો માટેની એમેઝોન સાઈટ છે કે જે સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ એક ખુબ જ ફાયદાકારક સ્ટોર છે કે જ્યાં સરકારી વિભાગો અને તેને આનુશાગિક સેવાઓ પૂરી પાડતા એકમો એક જ જગ્યાએ ભેગા થઇ શકે છે અને ધંધાકીય તકો પૂરી પાડે છે. આ સ્ટોરને કારણે સરકારી વિભાગોમાં કરવામાં આવતી ખરીદીમાં પણ પારદર્શિતા જોવા મળે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૬માં આની શરૂઆત થઇ ત્યાર પહેલા સરકારી વિભાગોની ખરીદી ખુબ જ અવ્યવસ્થિત, નાના નાના ભાગમાં ફેલાયેલી અને કેટલીક જગ્યાએ તો ખરીદી પણ સીમિત હતી. આ ઉપરાંત વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ પણ તેમના પોતાના નીતિ, નિયમો મુજબ કામ કરતી હતી. ઈ-માર્કેટપ્લેસ બન્યા બાદ હવે નાના વેપારોઓ પણ વધુ ધંધો કરી શકે છે અને વિભાગોને પણ ખરીદી માટે ઘણાં વધુ વેપારીના ભાવો સરળતાથી જાણવા મળી શકે છે.

આ ઉપરાંત ઈ-માર્કેટપ્લેસ નવા અને નાના ધંધાદારો માટે પણ એક ખુબ જ આશાસ્પદ વ્યવસાયિક તક છે. અત્યારે થતા વ્યવહારોમાંથી લગભગ ૪૫ ટકા વ્યવહારો નાના અને માધ્યમ વેપારીઓ દ્વારા કરવામાં આવે છે. આ પ્લેટફોર્મ દ્વારા કોઈપણ સ્થળે વ્યવસાય કરતો વ્યક્તિ સંપૂર્ણ ભારતમાં સરકારી વિભાગોને પોતાની વસ્તુ કે સેવા પૂરી પડી શકે છે. તેમેને દ્રષ્ટાંત આપતા જણાવ્યું હતું કે હવે અરુણાચલના નાના ગામમાં રહેતો વ્યક્તિ પણ તેની વસ્તુ કે સેવા દિલ્હીની સરકારી સંસ્થાને પૂરી પાડી શકે છે. આમ, આ પ્લેટફોર્મ નાના વેપારીઓ માટે ખુબ જ ફાયદારકાક સાબિત થઇ રહ્યું છે. આ જ કારણ છે કે અત્યારે લગભગ ૧.૯૬ લાખ મહિલાઓ સંચાલિત વ્યવસાય અને ૬૦,૦૦૦થી વધુ SC-ST-OBC સંચાલિત વ્યવસાયો નોંધાયેલ છે. આ પ્લેટફોર્મ પર અત્યારે લગભગ ૧.૬૬ લાખ સરકારી વિભાગો અને સંસ્થાઓ જોડાયેલ છે કે જેઓ ૨૩.૬ લાખ વ્યવસાયિકો સાથે વસ્તુ અને સેવાના વ્યવહારો કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!