Gujarat Politics: જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત બીજેપીના નવા પ્રમુખ, ભર્યું ઉમેદવારી પત્ર
Gujarat

Gujarat Politics: ગુજરાત બીજેપીને નવા પ્રમુખ મળવા જઈ રહ્યા છે. બીજેપીએ નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા (પંચાલ) પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જગદીશ વિશ્વકર્માની બીનહરીફ પસંદગી થશે તે નક્કી છે.
Gujarat Politics: ગુજરાત બીજેપીને નવા પ્રમુખ મળવા જઈ રહ્યા છે. બીજેપીએ નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા (પંચાલ) પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે હજુ તેમની સત્તાવાર જાહેરાત બાકી છે. જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભરી દીધુ છે અને તેઓ બીનહરીફ પસંદગી થાય તેવી પુરી શક્યતા છે. ઉમેદવારી ફોર્મ ભરતા બીજેપીના નેતાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવાની શરુઆત થઈ ગઈ છે. બીજેપીને વરિષ્ઠ નેતા બાબુ જમાનાદાસ અને સુરેશ પટેલે તેમને શુભકામના પાઠવી હગતી. ઉદય કાનકડે તેમને ઉમેદવારી પત્ર સોપ્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે પણ કર્યું છે કામ
તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા ભૂતકાળમાં સાથે કામ કરી ચૂક્યા છે. જગદીશ વિશ્વકર્મા અમદાવાદ ભાજપ પ્રમુખ હતા ત્યારે ભૂપેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. બંનેએ અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપને જ્વલંત સફળતા આપવી હતી. હવે બંને રાજ્યક્ષાની જોડી તરીકે કામગીરી કરશે.

