કેળામુળ ગામે ચેતના સંસ્થા દ્વારા સુકુલ કેમ્પ — 100થી વધુ દર્દીઓને નિદાન તથા વિનામૂલ્યે ચશ્મા વિતરણ
કેળામુળ
કેળામુળ ગામે આજ રોજ ચેતના સંસ્થા અમદાવાદ દ્વારા અંધજન મંડળના સહકારથી તથા એચડીબી ફાઈનાન્શિયલ સર્વિસીસના આર્થિક સહયોગથી કિશોરીઓ અને મહિલાઓ માટે સુકુલ કેમ્પ, નેત્ર નિદાન તથા લોહીની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યલક્ષી કેમ્પમાં કેળામુળ ગામના આશરે 100 જેટલા લાભાર્થીઓએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. કેમ્પ દરમ્યાન જરૂરિયાત મુજબના લાભાર્થીઓને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું આયોજન કેળામુળ દૂધ ઉત્પાદક મંડળી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદથી પધારેલ તબીબગણ, એચડીબી ફાઈનાન્શિયલ સર્વિસીસના અધિકારીઓ તથા કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર્ત્રી બહેનો, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ આ અવસરે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ મહીસાગર જિલ્લાના પ્રમુખ શ્રી શૈલેષ બારીયા પણ હાજર રહી કાર્યક્રમને અનુગ્રહિત કર્યો હતો.


