ગુજરાત

Amreli Rain: અમરેલીના રાજુલા, ખાંભા, ધારી અને જાફરાબાદમાં ધોધમાર વરસાદ

લાંબા વિરામ બાદ ફરી એક વખત અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

અમરેલી: લાંબા વિરામ બાદ ફરી એક વખત અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  રાજુલા, ખાંભા,  ધારી ગીર અને જાફરાબાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

રાજુલા શહેરમાં ભારે વરસાદને લઈ બજારમાંથી પાણી વહેતા થયા છે.  ખાંભાના ડેડાણ, માલકનેશ સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે. ડેડાણ ગામની બજારમાં નદીની માફક વહેતા થયા પાણી. કાંગસા, સુખપુર, ગોવિંદપુર સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે. રાજુલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો છે.

ધોધમાર વરસાદને લઈ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સારા વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખૂશખૂશાલ થયા છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.

જાફરાબાદ પંથકમાં ઘોઘમાર વરસાદ

રાજુલા, ખાંભા,  ધારી બાદ જાફરાબાદ પંથકમાં ઘોઘમાર વરસાદ શરૂ થયો છે.  જાફરાબાદના લોર,  ફાચરીયા,  કાગવદર,  પાટી,  માણસા સહીતના ગામમાં ઘોઘમાર વરસાદ શરૂ થયો છે.  થોડા દીવસોના વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

4થી 16 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના તમામ જિલ્લામાં આગામી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બે દિવસથી વરસાદમાં રાહત જોવા મળી રહી છે. જોકે, આ રાહત ફક્ત થોડા સમય પૂરતી જ રહેશે. કારણ કે, હવામાન વિભાગે 14થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે 14 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી વરસાદની શરૂઆત થઇ શકે છે. જો કે આ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તૂટી પડે તેવી શક્યતા છે. વલસાડ, તાપી, નવસારી, સુરત સહિત સૌરાષ્ટ્રના વિસ્તાર પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથમાં પણ આ રાઉન્ડમાં ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં  સરેરાશ 92.64 ટકા વરસાદ

આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ પર છે અને નાગરિકોને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં  સરેરાશ 92.64 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 96.94 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 96.91 ટકા, પૂર્વ-મધ્યમાં 93.79 ટકા, કચ્છમાં 85.14 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 84.74 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!